Photo Galary
No files found.
મહર્ષિ શ્રી સાન્દિપની વેદવિદ્યા પ્રતિષ્ઠાન્ – ઉજ્જૈન દ્વારા દર વર્ષે અલગ અલગ રાજ્યોમાં અખિલ ભારતીય વૈદિક સમ્મેલનનું આયોજન થાય છે. આ વર્ષે એ સમ્મેલનનું યજમાન પદ SGVP ગુરુકલને પ્રાપ્ત થયું હતું. આ સમ્મેલનમાં સંપૂર્ણ ભારતમાંથી 140 જેટલા વૈદિક વિદ્વાનો, અનેક મૂર્ધન્ય વૈદિક પંડિતો તેમજ સંતો-મહંતો ઉપસ્થિ રહ્યા હતા. પૂ. માધવપ્રિયદાસજી સ્વામીના નેતૃત્વમાં સતત ત્રણ દિવસ સુધી ચાર વેદના પારાયણ સત્રો, વિચારગોષ્ઠિ સત્રો, ચતુર્વેદ સ્વાહાકાર યજ્ઞ, વેદ સંદેશ યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેનું ભવ્યાતિભવ્ય ઉર્જાસભર આયોજન થયુ હતું. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. મહર્ષિ શ્રી સાન્દિપની વેદવિદ્યા પ્રતિષ્ઠાનના સચિવશ્રી જડ્ડીપાલજી સંપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિ રહી ખૂબ સરાહના કરી હતી.