- Darshanam Sanskrit Sansthanam

Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Gyansatra Cultural Activity

photo gallery

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગરમાં દર વર્ષે જ્ઞાનસત્ર ઉજવાય છે. આ જ્ઞાનસત્રમાં દર્શનમ્ ના ઋષિકુમારો અને વિદ્વાનો પણ સહભાગી બને છે. તા. 23 ઓગસ્ટ, 2024ના રોજ રાત્રિ કાર્યક્રમમાં પ્રહલાદની ભક્તિ અને હિરણ્યકશિપુના રાક્ષસી વૃત્તિને પ્રકાશિત કરતી નૃત્ય નાટિકા ખૂબ જ સુંદર રીતે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા પ્રસ્તુત થઇ. પૌરાણિક કથા પ્રમાણે પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપુ દૈત્યોના રાજા હતાં. તે ભગવાન વિષ્ણુને પોતાના દુશ્મન સમજતો હતો, પરંતુ પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. જ્યારે આ વાત હિરણ્યકશ્યપુને જાણી તો તેને પ્રહલાદ ઉપર અનેક અત્યાચાર કર્યા, પરંતુ તેમ છતાં પ્રહલાદની ઈશ્વર ભક્તિ ઉપર કોઈ અસર ન થઈ. અંતે સ્વયં ભગવાન વિષ્ણુ પ્રહલાદનું રક્ષણ કરવા માટે નૃસિંહ અવતાર લઈને પ્રગટ થયાં. નૃસિંહ ભગવાને હિરણ્યકશ્યપુનો વધ કરી દીધો અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને પ્રેમ કર્યો હતો.

Tags