Training & Development

 

SGVP દર્શનમ્ સંસ્કૃત સંસ્થાન

 

ચર્ચાત્મક શિબિર

તા. 9 અને 10 જૂન, 2022

------------------------------------------------------------------------------------------------------------------------------

- પ્રેરણા -

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી,  પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી

 

શિબિર સંચાલક - પૂજ્ય યજ્ઞવલ્લભદાસજી સ્વામી

શિબિરાર્થીઓ -  દર્શનમ્ અધ્યાપકશ્રીઓ

------------------------------------------------------------------------------------------------------------------------------------

 

·         સવારે 6.45 કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર ખાતે બિરાજમાન શ્રીજી મહારાજના રાજોપચાર પૂજનનાં દર્શન અને અખંડ ધૂનથી શિબિરનો પ્રારંભ.

·         સાવારે 10.15 કલાકે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ભવનમાં આગમન.

 

સવારનું શેસન – પૂજ્ય યજ્ઞવલ્લભદાસજી સ્વામી

·         10.15 કલાકે પૂ. યજ્ઞવલ્લભદાસજી સ્વામી દ્વારા પ્રસ્તાવના અને ચર્ચાત્મક વાર્તાલાપની શરૂઆત.

·         જીવન સુગંધીત બનાવવું હોય તો ગુણાધાન સંસ્કારોનો જીવનમાં ઉમેરો કરો અને દોષોનું નિવારણ કરતા રહો. સાચા અને સારા વિચારો સતત કરવાથી આપણી કુટેવો અને દુરાગ્રહોનું શમન થાય છે.

·         આદિમાનવથી આધુનિક માનવની યાત્રાનો મૂળ આધાર હોય તો તે છે, જ્ઞાન. જ્ઞાન દ્વારા જ આપણું અને વિદ્યાર્થિઓનું પોષણ શક્ય છે. જ્ઞાનોપાર્જન કરતા રહીશું તો જ આધુનવિક યુગની ચેલેન્જોને આંબી શકીશું.

·         પરાવિદ્યા અને અપરાવિદ્યાને જાણવી, મેળવવી તેમજ જીવનમાં ઉતારવી.

·         શ્રેષ્ઠ શિક્ષક બનતા પહેલાં શ્રેષ્ઠ વિદ્યાર્થી બનવું આવશ્યક છે. રામ-શ્યામ-ઘનશ્યામ આદિક ભગવાનના અવતારો થયા એ બધા જ પહેલાં ઉત્તમ શિષ્યો હતા. ઉત્તમ શિષ્યત્વથી જ તેઓ ગુરુપદે પહોંચ્યા, પૂજાયા અને સર્વ સ્વીકૃત થયા.

·         શ્રીજી મહારાજનો સ્વભાવ એવો હતો કે તેઓ ભગવાન હોવા છતાં સાધુ સ્વરૂપે રહેતા અને પરમહંસોનું રક્ષણ-પોષણ કરતા. શ્રીજી મહારાજે સંપૂર્ણ જીવન દરમિયાન શાસ્ત્રો, સાધુઓ, આચાર્યો અને મંદિરોનું રક્ષણ કર્યું છે, સ્થાપન કર્યું છે, પૂજા કરી છે.

·         જેતલપુરમાં જ્યારે શાસ્ત્રાર્થ થવાનો હતો ત્યારે શ્રીજી મહારાજ પાસે એવા કોઇ સમર્થ વિદ્વાન સાધુ ન હતા કે જેઓ શાસ્ત્રાર્થ કરી શકે. સંપ્રદાયનો ઘણી જગ્યાએ વિરોધ કરવાવાળા હોવા છતાં મહા-મહેનતે શ્રી ભાગવત ગ્રંથ ઉપલબ્ધ કરાવ્યો અને અનેક સાધુઓને લખવા બેસાડીને એની પ્રતો બનાવડાવી, શાસ્ત્રાર્થ કરાવીને વિજય પ્રાપ્ત કરાવ્યો.

·         ફક્ત શાસ્ત્રાર્થ કરાવ્યો એટલું જ નહીં, અનેક શાસ્ત્રોની રચના કરી, ગ્રંથો લખ્યા અને સમાજને શિક્ષાપત્રી અને વચનામૃત જેવા અનેક ગ્રંથોની રચના કરીને ઉત્તમ સાહિત્યની ભેટ આપી.

·         શ્રીજી મહારાજને અભ્યાસુ સાધુઓ અને લોકો ખૂબ જ પ્રિય હતા. જે જે અભ્યાસુ સાધુઓ હતા તેને શ્રીજી મહારાજ પોતાની પાસે રાખતા,  રાત્રે પકવાન જમાડતા અને અનભ્યાસુ સંતોને દેશ-દેશમાં વિચરણ માટે મોકલતા.

·         શ્રીજી મહારાજના સમયમાં બ્રાહ્મણોએ શ્રીજી મહારાજનો ખૂબ જ વિરોધ કર્યો હતો છતાં શ્રીજી મહારાજને બ્રાહ્મણો ખૂબ જ પ્રિય હતા અને બ્રાહ્મણોને રાજી કરતા રહેતા.

·         શ્રીજી મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી 60 ભણનારા સંતોના અભ્યાસ માટે અમદાવાદ સ્થિત દરિયાખાનના ઘુમ્મટમાં ઘણા વર્ષો સુધી રહ્યા અને સંતોના અભ્યાસ  માટેની બધી જ વ્યવસ્થાઓ કરતા.

·         શ્રીજી મહારાજ નંદ સંતોને કહેતા કે હાથમાંથી પેન પડી જાય ત્યાં સુધી લખતા રહેવું. શ્રીજી મહારાજે ફક્ત અભ્યાસમાં જ સંતોને ન જોડ્યા પરંતુ બાંધકામ વિભાગ, રસોડા વિભાગ, કથા-વાર્તા, ખેતીવાડી જેવા અનેક આયામોમાં સંતોને નિપુણ બનાવ્યા અને સંપ્રદાયનું પોષણ કર્યું.

·         ઉત્તમ શિક્ષકનું એક ધ્યેય અભ્યાસ કરાવવો અને પોતે પણ કરવો એ તો હોવું જ જોઇએ.

·         અવનવી રીતે પ્રાર્થના કરાવી પ્રાર્થનાનું આકર્ષણ વિદ્યાર્થીઓમાં જગાવવું.

·         યજ્ઞ, ફૂલ અને પુજારી એ ત્રણ મુખ્ય નિત્ય સેવાઓ છે.  એ સેવાઓમાં જે વિદ્યાર્થીઓ નિયુક્ત થયા છે તેમણે પણ પ્રાર્થનામાં પહોંચવું અનિવાર્ય છે.

·         નાસ્તા બાદ 7-45 કલાકે નાના ઋષિકુમારો માટે દર્શનમ્ ના પ્રાર્થના ભવનમાં તેમજ મોટા ઋષિરકુમારો માટે સરસ્વતીજીની આગળના ભાગમાં નિત્ય એસેમ્બ્લીનું આયોજન કરવું.

·         એસેમ્બ્લીમાં વૈવિધ્ય લાવવું. ગીત, ભજન, કીર્તન, લોકગીત, વાર્તા, કથાવાર્તા, કાવ્ય પઠન, શુભાષીત, શ્લોક, પ્રેરક પ્રસંગો, ડ્રામા, સ્કીટ વગેરે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવી.

·         જન્મદિવસનું આયોજન એ રીતે કરવું કે વિદ્યાર્થીને એ દિવસ કાંઇક વિશેષ લાગે. જન્મ તારીખની યાદી વહેલી તકે બનાવવી.

·         વિદ્યાર્થીઓની નબળાઇ કે અનિયમિતતા જાણવી, કારણ જાણવું અને યોગ્ય ચર્ચા-વિચારણા સાથે આગળ વધવું.  દર્શનમ્ ને ઊંચાઇ સુધી લઇ જવું હશે તો એક એક વિદ્યાર્થીની પાછળ પડીને પર્સનલી ધ્યાન આપવું પડશે.

·         શાળાનું પરિણામ 100 આવે એ જવાબદારી આપણી છે. બોર્ડ અને યુનિવર્સીટીમાં આપણા વિદ્યાર્થિઓ ઝળકે એનું અનુસંધાન આપણે જ રાખવું રહ્યું. શૈક્ષણિક ગુણવત્તા ઊંચી લાવવી એ આપણું જ કર્તવ્ય છે.

·         વાર્ષિક દિન તેમજ તહેવારોની ઉજવણી, સેમીનાર, વર્કશોપ વિશેષ કરતા રહેવું. સરકારી યોજનાઓ વિષે માહિતી મેળવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહેવું.

·         ધીમે ધીમે થોડાં થોડાં પરિવર્તનો કરીશું તો દર્શનમ્ ક્યારે પરિવર્તિત થઇ જશે એની ખબર પણ નહીં રહે અને આત્મસંતોષની લાગણી થશે. પુરુષાર્થનું ફળ મળશે, દર્શનમ્ નું ગૌરવ વધશે.

·         આપણે આપણને સમજદાર, શ્રેષ્ઠ અને જ્ઞાની માની બેસીશું તો આપણા જેવો અજ્ઞાની કોઇ નથી. મહાપુરુષોના જીવન, એમના ગ્રંથો, શાસ્ત્રો અને ભગવાનની મહત્તા સમજીને આપણી અજ્ઞાનતા દૂર કરવી.

·         ભગવાન પ્રત્યે ભક્તિભાવ કેળવવો, સંતો પ્રત્યે અનુરાગ રાખવો, સંપ્રદાયના શાસ્ત્રોનું પઠન કરવું અને વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા.

 


 

બપોર પછીનું શેસન - શ્રી જયદેવભાઈ સોનાગરા

·         આપણે 15 વર્ષ સુધી ભણાવીએ છીએ તો એવું નથી કે આપણો અનુભવ 15 વર્ષનો થયો. એવું પણ બને કે આપણી ભણાવાની પ્રક્રિયાનું પુનરાવર્તન થયા કરતું હોય. અનુભવ એ છે કે આપણે 15 વર્ષ સુધી આપણા અભ્યાસક્રમને ક્રિએટીવ બનાવીએ.

·         વિષયને જોવાની દ્દષ્ટિ બદલવી. વિષયને ભણાવવાની રીત બદલવી.

·         ભારતનો નકશો દોરીને તેમા અલગ અલગ ક્ષેત્રો બતાવીને, તેના પર માર્ક કરીને – પંજાબ સિંધ ગુજરાત મરાઠા, દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉત્છલ જલધિ તરંગા. રાષ્ટ્રગાનની જે રીતે સમજણ આપી, અદભૂત રીત હતી એ.

·         જે ચાલી રહ્યું છે તેમાં કાંઇક ઉમેરો. દરેક બાબતને અલગ એંગલથી જુઓ. પ્રશ્નોનું સમાધાન આજુબાજુ જ હોય છે. દરેક પ્રશ્નનો એક જ જવાબ છે એવું નથી હોતું. અલગ અલગ રીતે ઘણા જવાબો હોય છે અને એ જવાબોને સ્વીકારવા.

·         આપણે ઘણી વખત સંઘર્ષને દુઃખ માની લઇએ છીએ. મહેનત કરીને આગળ વધવું એ સંઘર્ષ છે, જ્યારે પરિવારજનની વિદાય એ દુઃખ છે. દુઃખને સમજવું અને સંતો-મહાપુરુષોનું સાનિધ્ય કેળવીને તેનું નિરાકરણ કરવું.

·         ખૂબ જ વાંચન એ ખૂબ જ અગત્યનું છે. વધારે માં વધારે કોમ્યુનિકેશન કરો. વિચારો આવશે અને આપણું મસ્તિષ્ક દિશા પકડશે. જ્ઞાન પુસ્તમાંથી જ આવે છે એ વિચાર યોગ્ય નથી. પુસ્તક તો એક માધ્યમ છે. એકબીજા સાથે હેલ્ધી ટોકીંગ કરવું.

·         દર્શનમ્ ફક્ત સંસ્કૃત અધ્યયન માટે જ નથી. દર્શનમ્ માં રિચર્ચ થવું જોઇએ. ગ્રંથોમાં લખાયેલ જ્ઞાન અને પ્રસંગોને અલગ વિચારદ્દષ્ટિથી જોઇને સંશોધન કરવું અને એ સંશોધનના આધારે અત્યારના સમયમાં તેનું યોગદાન કરાવવું.

·         ભાષા એ જ્ઞાન નથી, ભાષાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. કાંઇક વિશેષ કરો જે અલગ તરી આવે. થોટ પ્રોસેસ ડેવલપ કરો અને સોશિયલ મિડીયા પર અપલોડ કરો. તાત્કાલિક તેનાથી કદાચ ફાયદો ન મળે પણ જ્યારે માસ સ્કેલ પર જશે ત્યારે તેના અનેક ફાયદાઓ મળશે. આર્થિક રીતે સદ્ધરતા આવશે.

·         વિદેશોમાં 1950 થી 1970 સુધી IQ (Intelligent Quotient) મેથડ હતી જે સંપૂર્ણ ન જણાતાં તેમાં  પરિવર્તન થયું અને  1970 થી 1990 સુધી EQ (Emotional Quotient) મેથડ આવી એમાં પણ જોઇતી સફળતી ન મળી એટલે 1991 થી ભારત દેશે આદિકાળથી જે મેથડ અપનાવી છે તે SQ (Spiritual Quotient) મેથડને અપનાવવા લાગ્યા છે.

·         વિષય પ્રત્યનું સમર્પણ ટોચ સુધી લઇ જવું.

·         બાળકો આપણી સાથે હંમેશા જોડાયેલા રહે તે માટે અભ્યાસ પછી બાળકોને એવી સેવામાં જોડવા અથવા તો એવા અસરવો અપાવવા કે તેઓને આર્થિક સંતોષ પણ પ્રાપ્ત થાય અને સેવામાં જોડાવાની ઇચ્છા થાય.  વિદ્યાર્થીઓને લગભગ લગભગ સાત-આઠ વર્ષ સુધી સતત આ પ્રકારની સેવા આપશો તો તે સંસ્થાના થઇ જશે અને સંસ્થા છોડવાના વિચારમાંથી મુક્તિ મળશે.

·         એજ ગૃપના બાળકોને સાથે  ન રાખો. બની શકે તેટલા અલગ શેડ્યુલ અને વ્યવસ્થા રાખો. બાળકોને રિચ્યુઅલ બનવા ન દેતાં સ્પિરીચ્યુઅલ બનાવો.

·         સાંજે સંધ્યા આરતીમાં બધા જ ગુરુજનો જોડાયા અને રાત્રિ ભોજન ભોજન બાદ સ્વિમીંગ પુલ અને આઇસ્ક્રીમની મજા માણી.

 

પૂજ્ય યજ્ઞવલ્લભદાસજી સ્વામી

 

·         વર્ગશિક્ષકોએ પ્રથમ પિરીયડમાં વિદ્યાર્થીઓની હાજરી પુરવી.

·         હોમવર્ક નિયમિત આપવું અને ફોલ-પ લેતા રહેવું.

·         મહીનામાં બે શનિવારે દત્તક ગુરુજી હોમવર્ક ચેક કરે અને જો કોઇ ક્ષતિ જણાય તો વિષય  શિક્ષક સાથે મુલાકાત કરે.

·         શરૂઆતના 15 દિવસ સંસ્કૃત સંભાષણ જ ચાલશે. વિદ્યાર્થીઓ અને ગુરુજનો સંસ્કૃત અને અંગ્રેજીમાં વાર્તાલાપ કરે એ અનિવાર્ય છે. 15 દિવસ ઓતપ્રોત થઇને સંભાષણ કરાવવું.  સંભાષણ અને મંત્રગાન વધારે મજબૂત બનાવવું.

·         સારું જોઇએ નહીં ત્યાં સુધી સારું કેવું હોય છે તેની ખબર પડતી નથી અને સારું શું બનાવવું, કેવી રીતે બનાવવું તેનો ખ્યાલ આવતો નથી.  એ માટે દર મહીને એક વખત અલગ અલગ શાળા કે સંસ્થાની મુલાકાત લેવી.

·         પાઠશાળાના સમયે દેરક અધ્યાપકશ્રીએ પોત-પોતાના મોબાઇલ પોતાના ખાનામાં જ સાઇલન્ટ કરીને મુકી દેવા. રીસેસના સમયે 15 મિનીટ છૂટ મળશે. એમાં કોઇ ફેરફાર થશે તો મેનેજમેન્ટ સામે તેની સ્પષ્ટતા કરવાની રહેશે.

 

બીજા દિવસે સવારનું શેસન – પૂજ્ય યજ્ઞવલ્લભદાસજી સ્વામી

 

·         સ્પર્ધામાં ભાગ લેવો અને રાષ્ટ્રસ્તર પર પસંદગી પામવી તેમજ સંપૂર્ણ ભારતવર્ષમાં સ્થાન પ્રાપ્ત કરવાથી સંસ્થાનું ગૌરવ કેટલું વધે છે તે વિદ્યાર્થીઓને સમજાવવું.

·         પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના હૃદયમાં સંતોષ થાય અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓમાં યશકલગીઓ ઉમેરાતી જાય. તે માટે રાજ્યસ્તરીય અને રાજ્યસ્તરીય સંસ્કૃત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને જોડવા. જે હોંશિયાર વિદ્યાર્થીઓ અહી અભ્યાસ પૂર્ણ કરીને બીજી જગ્યાએ સેવારત હોય તેમનો સંપર્ક સાધીને વિષય અનુરૂપ એમની મદદ લેઇ વક્તવ્યો, શલાકા, કંઠપાઠ વગેરે સ્પર્ધાઓની તૈયારી કરાવવી.

 

પૂજ્ય કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી

·         આ શિબિરનો હેતું આત્મીયતા છે. દર્શનમ્ એ એક પરિવાર છે. દર્શનમ્ માં પરસ્પર પરિવાર ભાવના છે જ.  આ પરિવારના સભ્યો અદ્યાપકશ્રીઓ, સંતો-પાર્ષદો, ઋષિકુમારો અને ઋષિકુમારોના માતા-પિતા છે. એમાં પરસ્પર આત્મીયતા હશે તો પરિવાર સમૃદ્ધ રહેશે.

·         બધા પ્રાણીઓ સામાજિક પ્રાણી નથી હોતાં પરંતુ મનુષ્ય એક સમાજિક પ્રાણી છે.  મનુષ્યમાં બુદ્ધિ તત્વ વિશેષ રહેલું છે અને એના આધારે એક સરસ સમાજનું નિર્માણ થયું છે જેના દ્વારા વ્યક્તિમાં આચાર-વિચાર-વ્યવહાર વગેરેની મર્યાદાઓ છે, જે માણસને ગુણયુક્ત બનાવે છે.

·         જ્યાં આત્મીયતા છે ત્યાં પ્રશ્નો નથી, જ્યાં પ્રશ્નો છે ત્યાં આત્મીયતાને અભાવ છે.  જ્યાં અધિકારવાદ છે ત્યાં આત્મીયતા નથી, જ્યાં આત્મીયતા છે ત્યાં અધિકારવાદ નથી.

·         ક્યારેય પણ અધિકારવાદથી દર્શનમ્ માં પ્રવેશ ન કરવો.

·         આત્મીયતાના ચાર પગથિયાં છે – મિલન, મદદ, મૃદુતા અને માફી. આ ચાર સદભાવ આપણામાં હશે તો આત્મીયતા એની મેળે આવી જશે અને કોઇપણ જાતની મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો અવસર જ નહીં આવે.

·         આત્મીયતાથી શક્તિ વધે છે, ઉર્જા વધે છે, બળ વધે છે, ક્ષમતા વધે છે, ઇન્વોલ્વમેન્ટ વધે છે. ટેન્શન, સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવા સહજતાથી હાવી થનારા શત્રુઓથી સંપૂર્ણ રક્ષણ મળે છે.

·         શિક્ષક એ શાળામાં અને શાળાકીય વાતાવરણમાં મેરૂદંડ સમાન છે. શિક્ષકની એક બાજુ વિદ્યાર્થીઓ છે, બીજી બાજુ મેનેજમેન્ટ છે અને ત્રીજી બાજુ વિદ્યાર્થીઓના માતા-પિતા છે. આ બધા વચ્ચે સંકલન કરવાનું મુખ્ય કાર્ય શિક્ષકનું છે.

·         આત્મીયતા ફક્ત શાળાકીય વાતાવરણમાં જ રાખવી એવું નથી. આપણું આખું જીવન આત્મીયતાપૂર્ણ બને એ જરૂરી છે. ઘરના વાતાવરણમાં પણ આત્મીયતાનો ખૂબ મોટો ફાયદો છે અને એના સારા પરિણામો પણ પ્રાપ્ત થાય છે.

 

પૂજ્ય યજ્ઞવલ્લભદાસજી સ્વામી

·         પૂજ્ય સ્વામીના આશીર્વાદ સ્વરૂપે લાયબ્રેરી, આઇટી અને ઓફિસોમાં ઘણી બધી આધુનિક સુવિધાઓ આ વર્ષથી કરવામાં આવી છે, જેનો ઉપયોગ ફક્ત શિક્ષકો દ્વારા જ થાય એ અનિવાર્ય છે.

·         આગામી સમયમાં ટેમ્પલ મેનેજમેન્ટ અને બીજા ડિપ્લોમાં કોર્સીસ પણ દર્શનમ્ માં શરૂ થઇ રહ્યા છે. તેમાં પણ યથાયોગ્ય મદદરૂપ થવું અને જે તે વિષય શિક્ષકોએ પોતાના વિષયને અનુરૂપ નવા નવા કોર્સ ઉપલબ્ધ કરાવી તે પણ શરૂ કરવા.

·         યજ્ઞ યાગાદિક અને શાસ્ત્રીય પદ્ધતિથી કર્મકાંડ અને વિધિ-વિધાન દર્શનમ્ જેવું ક્યાંય નથી થતું એ ગૌરવની વાત છે. આ બધા વિધિ વિધાનો ઓનલાઇન અપલોડ કરવા અને લાખો લોકો સુધી પહોંચાડવા.

·         જે જે લોકોઇ ભૂતકાળમાં લાયબ્રેરીમાંથી પુસ્તકો લીધેલ છે એ સત્વરે જમા કરાવવા. જો જમા ન કરાવી શકો તો લાયબ્રેરીના વ્યવસ્થાપક તરફથી જે રકમ નક્કી થાય તે જમા કરાવવી.

·         આઇ ટી લેબમાં વિદ્યાર્થીઓ શું કરે છે તેની તકેદારી રાખવી અને કોઇ અનપેક્ષિત સાઇટ ન ખુલે તેનું ધ્યાન રાખવું.

·         પોતાના અને વિદ્યાર્થીના પુસ્તકો પ્રત્યે પૂર્ણ આદરભાવ  રાખી તુટે-ફાટે નહીં, ગંદા થાય નહીં તેનું અનુસંધાન રાખવું અને વિદ્યાર્થીઓના પુસ્તકો વારે વારે ચેક કરીને તેની કાળજી રાખવી.

·         ઘણા બધા ક્લાસમાં આ વર્ષથી નવા સ્માર્ટ બોર્ડ આવી રહ્યા છે. એ દરેક સ્માર્ટબોર્ડની જવાબદારી નિયુક્ત શિક્ષકની રહેશે. વિદ્યાર્થીઓ તેનો ગેર ઉપયોગ ન કરે તેની ધ્યાન રાખીને પોતે જ ઓપરેટ કરવા. વિદ્યાર્થીઓને ઓપરેટ કરવા ન દેવા.

·         જે અધ્યાપકો ગેરહાજર રહેવાના હોય તેમણે રજાના બે દિવસ અગાઉ ઓફિસમાં જાણ કરવી. એવું ન બને કે સવારે મેસેજ કરીને કહે કે હું આજે નહીં આવું. અનિવાર્ય સંજોગોમાં સતત બે ત્રણ દિવસ સુધી રજા પર રહેવાના હોય તેમણે પોતાની પિરીયડની પ્રોક્ષીની વ્યવસ્થા કરીને જવું. રજામાંથી પરત આવીને એક્સ્ટ્રા ક્લાસની ગોઠવણી કરી કોર્સ પૂર્ણ કરવાની તકેદારી રાખવી.

·         સરસ બોધયુક્ત વાર્તા દ્વારા શિબિર સમાપન.

 

------------------- 0000 -------------------