SGVP ‘દર્શનમ્’ સંસ્કૃત સંસ્થાનના નવા સોપાનો - ‘દર્શનમ્’ રિસર્ચ સેન્ટર, સ્માર્ટ ક્લાસ તથા ક્મ્પ્યુટર લેબ, લેંગ્વેજ લેબ અને ખગોળ-ભૂગોળ લેબ ઉદ્ ઘાટન સમારોહનું આયોજન તા. 23 જુલાઇ, 2022, સાંજે 5.00 કલાકે કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના દિવ્ય સાનિધ્ય અને મહોત્સવના અધ્યક્ષ શ્રી તરીકે ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી, અતિથિ વિશેષ તરીકે આદરણીય શ્રી માધવભાઈ પટેલ (ઉદ્યોગપતિશ્રી, અમદાવાદ), આદરણીય શ્રી નવીનભાઈ દવે (ટ્રસ્ટીશ્રી, SGVP), આદરણીય શ્રી આર. ડી. વરસાણી (નાઈરોબી, કેન્યા) તેમજ અલગ અલગ યુનિવર્સીટીના કુલપતિશ્રીઓ - ડો. બળવંતભાઈ જાની (કુલાધિપતિશ્રી, હરિસિંહ ગૌર યુનિવર્સિટી, સાગર, MP), ડો. હિમાંશુભાઇ પંડ્યા (કુલપતિશ્રી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ), ડો. લલિતભાઈ પટેલ (કુલપતિશ્રી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ), ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ (કુલપતિશ્રી, MS યુનિવર્સિટી, વડોદરા), ડો. અનુપ કે. સિંહજી (ડાયરેક્ટર જનરલ, નિરમા યુનિવર્સિટી, અમદાવાદ), શ્રી ભાગ્યેશભાઇ ઝા (પૂર્વ IAS અધિકારી શ્રી, ગાંધીનગર), ડો. નીતિનભાઈ પેથાણી (અધ્યક્ષ શ્રી, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ, અમદાવાદ), શ્રી જે. જે. યાજ્ઞિક (એડવોકેટ શ્રી, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ) તથા આમંત્રિત મહાનુભાવોમાં શ્રી વાય.એસ. ચૌધરી (સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી, કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર), શ્રી આર. આર. વ્યાસ (જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ), ડો. દશરથ જાદવ (કુલ સચિવશ્રી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ), શ્રી વસંતભાઈ તેરૈયા (પાઠશાળા નિરીક્ષક શ્રી, કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર), શ્રી બિપીનભાઈ જોષી (અધ્યક્ષ શ્રી, ગુજરાત રાજ્ય પાઠશાળા શિક્ષક મંડળ, અમદાવાદ) ઉપસ્થિત રહીને પ્રસંગની શોભા વધારી હતી.