ઉત્તર પ્રદેશ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી યોગેન્દ્ર ઉપાધ્યાયજી SGVP દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનની મુલાકાતે આવ્યા હતા. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનાં સેવાકાર્યોને જોઇને ખૂબ જ પ્રભાવિત થયા હતા. ધોરણ-6 થી આચાર્ય-2 તેમજ પી.એચડી સુધીનું શિક્ષણ એક જ શાળામાં પ્રાપ્ત થાય છે એ જાણીને આનંદની લાગણી અનુભવી હતી. તેમણે કહ્યું હતું કે સંપૂર્ણ ભારતમાં પણ આવી ઉત્તમ શાળા ફક્ત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય જ છે એવું હું માનું છું. ઋષિકુમારો અને ગુરુજનો સાથે ચર્ચા પણ કહી હતી. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોના રક્ષણ માટે કાર્ય કરી રહેલી પાઠશાળાની મુલાકાત લઇને પ્રભાવિત થયા હતા.