પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ફક્ત ભારતમાં જ નહીં, સારાયે વિશ્વમાં વસતા હરિભક્તો માટે ઓનલાઇન શિક્ષાપત્રી ચેંટિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. શ્લોકોના ઉચ્ચારણ, અર્થ અને વિશેષ ચર્ચા-વિચારણા દ્વારા શિક્ષાપત્રીના શ્લોકોની સમજ આપવામાં આવી રહી છે. જેમાં ત્રણ સોપાનો દ્વારા આ વર્ગોનું આયોજન થયેલ છે. સોપાન-1 માં ઉચ્ચારણ, સોપાન-2 સરલાર્થ અને સોપાન-3 માં ભાષ્યાર્થ સાથેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દેશ-વિદેશમાં વસતા લોકોનો સમયની અનુકૂળતા થાય તે માટે અલગ અલગ ત્રણ બેચ અલગ અલગ સમય અને વાર પ્રમાણે ગોઠવવામાં આવી છે. કુલ 9 બેચમાં 9 સંસ્કૃતના વિદ્વાનો આ વર્ગોમાં શિક્ષણસેવા આપી રહ્યા છે, માર્ગદર્શક શ્રી ભા. વં. રામપ્રિયજીના માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણજી, શ્રી ભાવેશભાઇ જોષી, શ્રી વિરલભાઈ જોષી, શ્રી મિહીરભાઈ પંડ્યા, શ્રી ચિંતનભાઈ જોષી, શ્રી ભગીરથભાઈ ત્રિવેદી, શ્રી વિવેકભાઈ સાંકળિયા, શ્રીબ્રિજેશભાઈ વોરા તેમજ કો-ઓર્ડિનેટર શ્રીમતી નમ્રતાબેન તથા શ્રી ગોવિંદભાઈ બાંટવા સેવા આપી રહ્યા છે. શ્રી ધર્મેશભાઈ પટેલ અન્ય વ્યવસ્થાઓ કરી રહ્યા છે.