નવી દિલ્હી સ્થિત અવન્તિકા ઇન્ટરનેશનલ સ્પર્ધાઓનું દર વર્ષે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં  આયોજન થાય છે. અંગ્રેજી વિષયના અધ્યાપક શ્રી સ્વપ્નિલભાઈ સબનીસના પ્રયાસો દ્વારા વિદ્યાર્થિઓને યોગ્ય માર્ગદર્શન અને તક મળે છે. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને ખીલવતી અવન્તિકા સ્પર્ધામાં નિબંધ લેખન, ચિત્રકલા, ગ્રિટીંગ કાર્ડ જેવી સ્પર્ધાઓમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક સાથે અલગ અલગ ઇનામો પણ પ્રાપ્ત કરે છે. અવન્તિકા દ્વારા અધ્યાપક અને પ્રધાનાચાર્યશ્રીને પણ પારિતોષિક આપવામાં આવે છે. વર્ષ 2022માં ઋષિકુમારોએ 10 સુવર્ણ, 13 રજત અને 36 કાંસ્ય ચંદ્રક મેળવીને દર્શનમ્ નું નામ રોશન કર્યું.