શારદીય નવરાત્રિના પાવન દિવસોમાં પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP દર્શનમ્ સંસ્કૃત સંસ્થાન, શોધ કેન્દ્ર દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રિય અષ્ટ સત્ શાસ્ત્ર વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન થયું હતું. તા. 26/9/2022 થી 3/10/2022 દરમિયાન દરરોજ સાંજે 7.30 થી 8.30 કલાકે દર્શનમ્ ના બધા જ ઋષિકુમારો, સંતો અને પાર્ષદોની સભામાં દર્શનમ્ ના વિદ્વાનો દ્વારા આઠ સત્ શાસ્ત્રોનું પ્રેઝન્ટેશન દ્વારા રમણીય અને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં ખાસ કરીને વેદ - ડો. લક્ષ્મીનારાયણજી ભટ્ટ, વિષ્ણુસહસ્રનામ- શ્રી ભગીરથભાઇ ત્રિવેદી, વિદુરનીતિ - શ્રી ચિંતનભાઇ જોષી, શ્રીમદ્ ભાગવત - શ્રી વિવેકભાઇ સાંકળિયા, શ્રીમદ્ ભગવદ્ ગીતા - શ્રી અર્જુનાચાર્યજી, યાજ્ઞવલ્ક્યસ્મૃતિ - ડો. સુભાષભાઇ વસોયા, બ્રહ્મસૂત્ર - પૂજ્ય નિરંજન સ્વામી, વાસુદેવમાહાત્મય - શ્રી પ્રતીકભાઇ પંડ્યા, વિશેષ વિમર્શ - ડો. મિતુલ ત્રિવેદી (વૈજ્ઞાનિક- નાસા, ઇસરો)એ પોતાની આગવી શૈલીથી શાસ્ત્રોને પ્રસ્તુક કર્યા. ડો. યજ્ઞવલ્લભદાસજી સ્વામી કો-ઓર્ડિનેટર તરીકે સેવારત રહ્યા. યુ ટ્યુબ અને ફેસબુક હેન્ડલ પર સમગ્ર ગુરુકુલ પરિવાર અને દેશ-વિદેશના લોકો માટે લાઇવ પ્રસારણ થયું.