સમાવર્તન સંસ્કાર

English
News Type: 

 

તા. 22 માર્ચ, 2016ના રોજ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યલયમાં અભ્યાસ કરતા શાસ્ત્રી અને આચાર્યના ઋષિકુમારોના સમાવર્તન સંસ્કાર-કૃતજ્ઞતા પર્વની ઉત્સાહભેર ઉજવણી થઇ. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની દિવ્ય ઉપસ્થિતિમાં તેમજ સંસ્થાના અલગ અલગ વિભાગના સંચાલક પૂજ્ય સંતો અને અન્ય સંતો-ભક્તોના સાન્નિધ્યમાં પ્રાર્થના ભવન, ધર્મજીવન હોસ્ટેલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ ખાતે કાર્યક્રમનું ભવ્ય અયોજન થયું.

        ઋષિકુમારોના માતા-પિતા અને વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઋષિકુમારોએ સદ્ગુરુ સંતોનું પૂજન કર્યા બાદ સંપૂર્ણ વર્ષ દરમિયાન અલગ અલગ વિભાગોમાં સેવા કરનારા ઋષિકુમારોને સદ્ગુરુ સંતોએ સ્મૃતિચિહ્ન અને આશીર્વાદ અપ્યા.

        વાલી શ્રી વિભાકરભાઈ ભટ્ટે પોતાના હૃદયના ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. સેમેસ્ટર પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર શાસ્ત્રી અને આચાર્યના વિદ્યાર્થીઓને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીના અભિપ્રાય તરીકે ઋષિકુમાર અભિષેક દવેએ હૃદયના નિખાલસ ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. ઋષિકુમારોએ બધા જ ગુરુજનોનું પૂજન કર્યું હતું અને ભેટ અર્પણ કરી હતી. પૂ. સ્વામીજીએ ગુરુજનોનું પુષ્પોની પાંખડીઓથી સ્વાગત કર્યું હતું. વર્ષ 2015-16ના વાર્ષિક અહેવાલનું પણ આ કાર્યક્રમમાં નિરુપણ થયું હતું.

         ત્યારબાદ સમાવર્તન પામનાર ઋષિકુમારોનો વૈદિક વિધિથી સમાવર્તન સંસ્કાર થયો. પૂ. સદ્ગુરુ સંતોએ બધા જ સમાવર્તિત ઋષિકુમારોનો પુષ્પની પાંખડીઅથી સત્કાર કર્યો અને દરેક ઋષિકુમારના જીવન લક્ષ્ય સંપૂર્ણ સિદ્ધ થાય તે માટે માર્ગદર્શન અને આશીર્વાદ વરસાવ્યા. ઋષિકુમારોએ પ્રધાનાચાર્યશ્રી અર્જુનજી દ્વારા સમાવર્તતની પ્રતિજ્ઞા લીધી.

 

Add new comment