Vyas Parva Celebration

English
News Type: 

           ભારતીય શાસ્ત્રો અને સમાજમાં તહેવારોનો ખૂબ જ મહીમા રહ્યો છે. તહેવારો એ માનવ જીવન માટે ભક્તિ અને આનંદ-ઉલ્લાસનો સ્રોત છે. અષાઢી પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, ગુરુપૂર્ણિમા એટલે વ્યાસપૂર્ણિમા. તા. ૧૯ જુલાઇ, ૨૦૧૬ના રોજ ઋષિકુમારોએ વ્યાસપૂજન અને વિષ્ણુયાગ આયોજન કર્યું હતું. દર્શનમ્‌ના ઋષિકુમારોએ ગુરુભાવના પ્રત્યે કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે બધા જ ગુરુજીઓનું સન્માન્ કરીને વ્યાસપર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

           આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ યજ્ઞશાળા ખાતે યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે ઋષિકુમારો અને અધ્યાપકોને રૂડા આશીર્વાદ પાઠવ્યા. તેમજ પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ દર્શનમ્‌ના પ્રાર્થના ભવનમાં સભામાં ઋષિકુમારોને વ્યાસપૂર્ણિમાનું મહત્વ સમજાવી આશીર્વાદ આપ્યા હતા.

            પૂજ્ય મુનિવત્સલદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે પૂજ્યભાવ દૃઢ થાય એ વાત પર ભાર મૂક્યો હતો. શ્રી રામપ્રિયજીએ આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ભક્તિભાવ અને વિદ્યાભ્યાસની વૃત્તિ વધે એવી  પ્રેરણા આપી હતી. ખાસ કરીને શાસ્ત્રી તૃતીય વર્ષના ઋષિકુમારોએ ઉત્સવનું સંપૂર્ણ આયોજન સફળતાપૂર્વક કરીને સંતો અને અધ્યાપકોનો રાજીપો મેળવ્યો હતો.

 

Add new comment