Vartaman Dharan Ceremony

English
News Type: 

 

 

સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિયમ પાલનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. વ્યક્તિનાં જીવનમાં જો નિયમ પાલનનું અંગ રહેલું હશે તો તે સારાયે સમુદાયમાં સુજ્ઞ બનીને રહી શકશે. નિયમ પાલનમથી દરેક વ્યક્તિનું જીવન શિસ્તમય, નિયમિત અને સંતુલિત બને છે. વિદ્યાર્થી જ્યારે ગુરુકુલમાં પ્રવેશ કરે છે ત્યારે તેને વર્તમાન ધારણ કરવાનો વિધિ કરવાનો  હોય છે. પૂજ્ય સદ્‌ગુરુ સંતો દ્વારા આ વિધિ થાય છે. જેમાં સદ્‌ગુરુ સંતો વિદ્યાર્થીઓના હાથમાં જળ અર્પણ કરીને પ્રતિજ્ઞા લેવડાવે છે અને હારતોરાથી તેનું સન્માન કરે છે. આ વર્ષે તા. ૨૦ જુલાઇ  ૨૦૧૬ના રોજ દર્શનમ્‌માં નૂતન પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને પરમ પૂજ્ય સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વર્તમાન ધારણ વિધિ કરાવ્યો હતો અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપ્યા હતા.

Add new comment