Vadtal Padyatra

English
News Type: 

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા તીર્થધામ વડતાલની પદયાત્રાઓ દરેક મંદિરો અને ગુરુકુલોના સંતો-હરિભક્તો તેમજ શહેર અને ગામડાના સંઘ પણ પદયાત્રાઓ કરતા રહે છે. પદયાત્રાનું પૂણ્ય ખૂબ મળે છે. પદયાત્રા દરમિયાન કેટકેટલી યાતનાઓ વેઠીને શ્રીજી મહારાજનાં દર્શન કરવાં એ પણ અનેરો લ્હાવો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ ધામનો મહિમા અત્યંત છે. શ્રી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરીને સંતો-ભક્તો ધન્ય બને છે. તા. ૧૬ થી ૧૮ ઓગસ્ટ, ૨૦૧૬ દરમિયાન દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરનાર  વિદ્યાર્થી સંતો-પાર્ષદોએ વડતાલની પદયાત્રા કરીને ધન્ય બન્યા હતા.

Add new comment