Upakarma Vidhi - Janoi Utsav

English
News Type: 

ઉપાકર્મ વિધિ  જનોઇ ઉત્સવ

પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને શુભાશીર્વાદથી તા. ૧૮-૦૮-૨૦૧૬ના રોજ ઋષિકુમારોનો નૂતન ઉપવિત ધારણ કરવાનો વૈદિક કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો.

આ વિધિમાં સર્વ પ્રથમ શ્રાવણી પ્રયોગ કરવામાં આવે છે જેમાં ર્વષ દરમિયાન જાણતા કે અજાણતા તથા કાયિક, માનસિક કે વાચિક પાપોની નિવૃત્તિ માટે હેમાદ્રી સંકલ્પો કરવામાં અાવે છે.

માતા ગાયત્રીના ૨૪ અક્ષરના સૂર્યનારાયણ દેવના મંત્રને સિ કરી પંચગવ્ય, ગોમૂત્ર, ગોમય, ઘી, દૂધ અને દહીંથી સ્નાન કરવામાં આવે છે. સામાન્ય રીતે વાતાવરણ સાથે સંર્સગમાં અાવતા શરીર ઉપર અનેક જાતના બેક્ટેરિયા તેમજ વાયરસની અસરો થતી હોય છે. અા બેક્ટેરિયાઓથી રક્ષણ મેળવવા પંચગવ્યથી સ્નાન કરવામાં અાવે છે. આ શ્રાવણી સ્નાન બાદ વૈદિક મંત્રો સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. દર્શનમના બધા ઋષિકુમારોએ આ વિધિથી નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી. શરીરની શુ થયા બાદ સંધ્યા, ર્તપણ, બ્રયજ્ઞ, ગાયત્રી હોમ વગેરે કરવામાં આવે છે. આ સ્નાનને શ્રાવણી સ્નાન કહેવાય છે.

Add new comment