Teacher's Day

English
News Type: 

શિક્ષક દિવસ :- ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક ડો. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેઓ એેક ઉત્તમ શિક્ષક અને તત્ત્વચિંતક હતા તેમનો જન્મદિવસ સમગ્ર ભારતર્વષમાં ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ હવે તો વિદેશમાં પણ શિક્ષક દિવસની ઉજવણીઓ થઇ રહી છે. દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં દર વર્ષે શિક્ષક દિવસ ભારે ઉત્સાહથી ઉજવાય છે. તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ ધોરણ-૯ થી ટી.વાય. સુધઈના વિદ્યાર્થીઓએે વિદ્યાર્થી શિક્ષકોની ભૂમિકાઓ ભજવીને ‘શિક્ષક દિન’ ઉજવણી કરી. શિક્ષણકાર્ય બાદ ૧૧ થી ૦૧ દરમિયાન ‘શિક્ષક દિન’ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા શિક્ષક દિનના મહત્ત્વ અને ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનના જીવનમૂલ્યોને યાદ કરીને જીવનમાં ઉચ્ચ શિખરો સર કરવા તથા સત્યનિષ્ઠા કેળવવા માટેના પ્રેરક પ્રવચનો દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ‘શિક્ષક દિન’ નિમિત્તનું દેશવ્યાપી પ્રવચન પણ સભામાં સંભળાવવામાં આવ્યું હતું. પૂજ્ય કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઇનામ ર્અપણ કર્યા હતાં તેમજ આશીર્વચન પાઠવ્યા હતાં.

Add new comment