Students Receiving Pooja

English
News Type: 

જયારથી વિદ્યાર્થી ગુરુકુલમાં પ્રવેશ કરે છે ત્યારથી જ તેને ધર્મ-નિયમમાં રહેવાનું અનિવાર્ય બની જાય છે. સવાર-સાંજ પૂજા-પાઠ, આરતી વગેરે ક્રિયાઓ દિનચર્યા સ્વરૂપે કરવાની થાય છે. વિદ્યાર્થીના જીવનમાં પૂજાથી ભક્તિભાવનો મહિમા વધે છે, ભગવાનનો મહિમા સમજાય છે અને ભગવાનનું સ્વરૂપ તેમનામાં દૃઢ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂજાવિધિ ખૂબ સરસ રીતે થાય છે. માનસી પૂજા કરવી, માળા દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના જપ કરવા, પૂજાની મૂર્તિઓનાં દર્શન કરવાં, શિક્ષાપત્રીનું વાચન કરવું, પૂજાને દંડવત્‌ કરવાં વગેરે વિધિથી  પૂજા કરીને વિદ્યાર્થી પોતાના દિવસની શુભ શરૂઆત કરે છે. નૂતન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને તા. ૧૫ જુલાઇ, ૨૦૧૬ના રોજ પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી  બાલકૃષ્ણદાસજી સ્વામી દ્વારા પૂજા અર્પણ કરાઇ હતી અને પરમ પૂજ્ય પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી દ્વારા ધોતી-શાલ અર્પણ કરાઇ હતી.

Add new comment