Shraddha Parva

English
News Type: 

આજથી ઘણા વર્ષો પહેલાં શાસ્ત્રીજી મહારાજે રાજકોટ ગુરુકુલમાં ભદરવા વદ-૧૦ના દિવસે શ્રીજી મહારાજના શ્રાદ્ધ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો તથા સંતોને રસોઇ આપીને શ્રાદ્ધ પર્વની શરૂઆત કરી હતી. તે જ પરંપરાને પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ અવિરત ચલાવી છે. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આ શ્રાદ્ધ પર્વને શ્રદ્ધા પર્વ એવું નામ આપ્યું અને વિદ્યાર્થીઓ દિન પ્રતિદિન શ્રદ્ધા સાથે આ પર્વમાં જોડાતા ગયા. તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ શ્રદ્ધા પર્વનું ભાવભેર આયોજન થયું હતું. સંતો અને ગુરુજનોને જમાડી ઋષિકુમારો કૃતકૃત્ય થયા હતા.

Add new comment