Satyamev Jayate @ Gyansatra

English
News Type: 

અતુલ્ય ભારતની અખંડિતતાને તોડવા માટે અનેક લોકો પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ કરીને વિરોધી દેશો અને તેમના દ્વારા પ્રોત્સાહિત આપણા દેશના લોકો દ્વારા હિન્દુ ધર્મ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ધાર્મિક લોકોને ધર્મથી વિમુખ કરવાના અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે. આવા જ કોઇ મુદ્દાને લઇને ભારતીય ફિલ્મ જગતમાં એ ચલચિત્ર રજૂ થયું હતું જેનું નામ હતું ઓ.એમ.જી. એટલે કે ઓ માય ગોડ. પરંતુ ભારતીય ધર્મગુરુઓ અને સદ્‌ગુરુઓ દ્વારા આવા કાર્યક્રમોનો વિરોધ થઇ રહ્યો છે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આવા ચલતિત્રો દ્વારા ધર્મવિમુખતા આપણામાં પ્રસરે નહીં અને મૂળ ધર્મના મૂલ્યો અને સંદેશાઓને આપણે અનુસરીએ. આવા જ હેતુને સિદ્ધ કરવા માટે અને સમાજને તેમાંથી બચાવવા માટે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા દર્શનમ્‌ વર્સિસ ઓ.એમ.જી.- સત્યમેવ જયતે કાર્યક્રમ તા. 5 ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ મેમનગર દ્વારા આયોજિત જ્ઞાનસત્ર-૪૦ના રાત્રિ કાર્યક્રમમાં પ્રસ્તુત થયો. કાર્યક્રમ બાદ પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને જન-સમાજને હાકલ કરી હતી કે દેશભરમાં આવા કાર્યક્રમો યોજાય અને લોકો જાગૃત થાય એ ખૂબ જ જરૂરી છે.

Add new comment