Sadguru Saints' Padharamani

English
News Type: 

સદ્ગુરુ સંતોની પધરામણી

તા. 31 ડિસેમ્બર, 2016ના રોજ સાંજે સાત વાગ્યે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા સદ્ગુરુ સંતોની પધરામણીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય રામસુખ સ્વામી, પૂજ્ય ધર્મવત્સલ સ્વામી, પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, પૂજ્ય ધર્મનંદન સ્વામી, પૂજ્ય બ્રહ્મ સ્વામી તેમજ બધા જ યુવાન સંતો-પાર્ષદોએ ઉપસ્થિત રહી પ્રસંગને દિવ્ય બનાવ્યો હતો. ઋષિકુમારોએ અનેકવિધ કાર્યક્રમો દ્વારા દર્શનમ્ ની ઝાંખી સદ્ગુરુ સંતોને કરાવી હતી. તેમાં ખાસ કરીને નીલકંઠ વર્ણી હિમાલય યાત્રા, 18 વર્ષની દર્શનમ્ ની વિકાસયાત્રા, દર્શનમ્ ની વિશિષ્ટ સિદ્ધિઓ, ઋષુકુમારો દ્વારા થતા યજ્ઞ-યાગાદિક કાર્યો તથા સમિધોનાં દર્શન, ગુરુકુલ પરંપરા દ્વાર વેદ શિક્ષણ અને ગૌશાળા પ્રદર્શન દ્વારા ઋષિકુમારોએ પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયને સદ્ગુરુ સંતો સમક્ષ પ્રસ્તુત કર્યું હતું.

ત્યારબાદ પ્રાર્થના સભામાં સંસ્કૃત અને અંગ્રેજી નાટક દ્વારા સંસ્કૃતની ઉપયોગિતા અને સમૃદ્ધતા દર્શાવવામાં અવી હતી. વિડિયો દર્શન દ્વારા પ્રાચીન ભારતની નાલંદા, તક્ષશીલા જેવી વિશ્વશ્રેષ્ઠ દસ વિશ્વવિદ્યાલયોનો સુંદર પરિચય તેના સમય, સ્થાન અને તત્કાલીન આચાર્યો સહિત અપ્યો હતો. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની વિશ્વવ્યાપી સેવાઓ દર્શાવતો વિડીયો પણ આ સભામાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. વૈદિક રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ થઇ હતી.

Add new comment