Re-Opening 2016-17

English
News Type: 

    તા. 9 જૂન, 2016ના રોજ ‘દર્શનમ્‌’ના નૂતન શિક્ષણ સત્રનો પ્રારંભ થયો હતો. પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજીની દિવ્ય ઉપસ્થિતિમાં  શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી અને પ્રધાનાચાર્ય શ્રી અર્જુનજીના હસ્તે દીપ પ્રાગટ્ય થયું.

    બધા વિદ્યાર્થીઓના મનની વૃત્તિ વિદ્યાભ્યાસમાં પરોવવા માટે પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીજીએ આશીર્વાદરૂપે પ્રેરણાત્મક પ્રવચન આપ્યું હતું. તેમજ ગત વર્ષે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલા બધા જ ધોરણના વિદ્યાર્થીઓને હાર-તોરાથી નવાજ્યા હતા અને નૂતન પ્રવેશ પામેલા ઋષિકુમારોને ચંદન અર્ચા કરીને આશીર્વાદ આપ્યા હતા.

    પૂ. સ્વામીએ અભ્યાસની સાથોસાથ યજ્ઞ-યાગાદિક ધાર્મિક પ્રવૃત્તિઓથી ઋષિકુમારોના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું. શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ ચાર પ્રકારના કાગડાઓની પ્રેરણાસ્પદ વાર્તા દ્વારા સમજાવ્યું હતું કે મહેનત કરવી પરંતુ સાચી દિશામાં કરવી કે જેનાથી સચોટ પરિણામ પ્રાપ્ત થાય અને જીવનનું લક્ષ્ય સિદ્ધ થાય. પ્રધાનાચાર્યશ્રી અર્જુનજીએ પ્રસંગોચિત ઉદ્‌બોધન કરી અભ્યામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપી હતી.

Add new comment