Parents Meeting

English
News Type: 

 

દર મહિનાનો અંતિમ રવિવાર એટલે દર્શનમ્ ની પ્રવૃત્તિઓનું ઋષિકુમારોના વાલીઓને દર્શન કરાવવાનો દિવસ. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા તથા શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી, પ્રધાનાચાર્ય શ્રી અર્જુનજી, શ્રી વનરાજભાઈ અને શ્રી અંકિતભાઇના માર્ગદર્શન મુજબ તા. 26 જૂન, 2016ના રોજ નૂતન પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓના વાલીઓની મીટીંગનું આયોજન થયું, જેમાં અસજીવીપી કેમ્પસના વિડીયો દર્શનથી સંસ્થાનો સંપૂર્ણ પરિચય વાલીઓએ મેળવ્યો. દર્શનમ્ ના વિવિધ કાર્યો અને સંસ્કૃત ક્ષેત્રમાં સિદ્ધિઓ વિષે સુંદર નિરૃપણ થયું. અલગ અલગ સ્પર્ધાઓ અને સેમિનારમાં રાજ્ય કક્ષા અને રાષ્ટ્રકક્ષાએ ઋષિકુમારોએ મેડલ, સર્ટિફીકેટ અને સન્માન પ્રાપ્ત કર્યાં છે તેની આછેલી ઝલક આપવામાં આવી.

સંસ્કૃત અને સંસ્કૃતિના ઉત્થાન માટે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દેશ-વિદેશમાં વિચરણ કરીને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે ભગીરથ કાર્ય કરી રહ્યા છે. પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ચાલતા સેવાકાર્યો અને સત્સંગ પ્રચાર માટેના અથાગ પ્રયત્નોને પણ આ દિવસે યાદ કરવામાં આવ્યા.

ફક્ત થોડા દિવસના અધ્યયન બાદ અથર્વવેદના નૂતન પ્રવેશ પામેલા ઋષિકુમારોએ અથર્વવેદના મંત્રોનું સસ્વર ગાન કર્યું તેમજ નૂતન પ્રવેશ પામેલા અક ઋષિકુમારે થોડા દિવસોમાં ગુરુકુલ કેવું લાગ્યું તેનું વર્ણન કર્યું.

પૂજ્ય મુનિવત્સલદાસજી સ્વામીએ વાલીઓને ફરજો અને કર્તવ્યોને વાલીઓ સમક્ષ રજૂ કર્યા અને કહ્યું કે, વાલીઓ પોતાની ફરજો અને કર્તવ્યો જેટલા ખંતથી બજાવશે તેટલી ઋષિકુમારોને શાસ્ત્રોમાં પારંગત કરવામાં વધારે સફળતા પ્રાપ્ત થશે. વાલીઓને ફક્ત પોતાના બાળકો માટેની જ ફરજો નથી પરંતુ સંસ્થા પ્રત્યે પણ વાલીઓની અનેક ફરજો છે તેનું પણ અનુસંધાન રાખવાની હાકલ કરી.

શ્રી અર્જુનજીએ દર્શનમ્ ના પાઠ્યક્રમ, પરીક્ષા, હાજરી અને ઋષિકુમારોની વર્તણૂંક બાબતે વાલીઓને સૂચન કર્યાં.

દર્શનમ્ ની પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને સફળતાથી વાલીઓને પૂર્ણ સંતોષ પ્રાપ્ત થયો અને વાલીઓએ પણ આ સેવાકાર્યોમાં જોડાવાની તત્પરતા બતાવી.

Add new comment