Magh Snan

English
News Type: 

ઋતુ પ્રમાણે અનેક ઉત્સવો અને વ્રતોનું ભારતીય સંસ્કૃતિમાં આયોજન કરવામાં આવ્યું છે જે આરોગ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વનું હોય છે. ઠંડીમાં રાત્રે માટીના માટલામાં પાણી ભરી આખી રાત ઠંડું થયા બાદ બીજે દિવસે સવારે સ્નાન કરવું એને માઘ સ્નાન કહેવાય છે. પોષ મહિનાની કડકડતી હાડ થીજાવતી ઠંડીમાં બરફ જેવા ઠંડા પાણીથી દર વર્ષે વિદ્યાર્થીઓ માઘસ્નાન કરે છે. આ વર્ષે પોષ સુદ  પૂનમથી મહા સુદ પૂનમ (તા. ૧૪ જાન્યુઆરી થી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૭) સુધી દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય, મેમનગર ગુરુકુલ તથા એસજીવીપી હોસ્ટેલ એમ ત્રણેય વિભાગના વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ માઘસ્નાન કરીને માઘસ્નાનની દિવ્ય પરંપરાનું જતન કરી રહ્યા છે.

Add new comment