Gita Chanting

English
News Type: 

 

આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિનું જતન કરવા તેમજ વૈદિક મંત્રોનું રક્ષણ-પોષણ કરવા માટે અનેક સંસ્થાઓ ભારતભરમાં કાર્યરત છે જેના દ્વારા આપણો વૈદિક વારસો જળવાઇ રહ્યો છે, ઉજાગર થઇ રહ્યો છે. અલગ અલગ શાસ્ત્રોના પઠન, પાઠન,ઉચ્ચારણ અને બીજી અનેક પદ્ધતિઓથી લોકોનો શાસ્ત્રોમાં પ્રવેશ થાય તેવા પ્રયત્નો થતા રહે છે. આવા જ ઉમદા હેતુથી અમદાવાદ જિલ્લાની અનેક વિદ્યાલયોના વિદ્યાર્થીઓ શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના દર વર્ષે એક અધ્યાયના શ્લોકો કંઠસ્થ કરીને પ્રતિપાદન કરે છે. તેમાં શુદ્ધ ઉચ્ચારણ, કંઠસ્થીકરણ અને પ્રતિપાદનશૈલીના આધારે વિદ્યાર્થીઓને વિજેતા ઘોષિત કરવામાં આવે છે. અમદાવાદ સ્થિત ચિન્મય મિશન, દ્વારા દર વર્ષે ગીતા શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન થાય છે. આ વર્ષે તા. ૧૭ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન આ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ સુવર્ણ, કાંસ્ય અને રજત ચંદ્રકો સાથે ટ્રોફીઓ મેળવી સંસ્થાને બહુમાન અપાવ્યું  હતું. ચિન્મય મિશન દ્વારા અધ્યાપકો માટે પણ શ્લોકગાનની પ્રતિયોગિતા યોજાઇ હતી. દર્શનમ્‌ના અધ્યાપકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લઇ પ્રમાણપત્રો મેળવ્યાં હતાં.

Add new comment