Darshanam Chintan Shibir

English
News Type: 

દર્શનમ્‌ ચિંતન શિબિર

(તા. ૧૫ થી ૧૭ જુલાઇ, ૨૦૧૬)

પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ભારતીય શાસ્ત્રો તેમજ સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે દર્શનમ્‌ને વૈદિક સંસ્કૃતિનું કેન્દ્ર બનાવવા માટેના શુભ હેતુથી દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરેલ છે એ શુભ હેતુને ચરિતાર્થ કરવા અને એ હેતુ પ્રમાણે સેવા કરવા માટે દર્શનમ્‌ના અધ્યાપકો અને સેવકો માટે શિબિર યોજવાની પ્રેરણા આપી હતી તે પ્રમાણે પાર્ષદ શ્રી શામજી ભગત દ્વારા તા. ૧૫ થી ૧૭ જુલાઇ, ૨૦૧૬ દરમિયાન દર્શનમ્‌ ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. તા. ૧૫ જુલાઇના રોજ સવારે ૭-૧૦ કલાકે પવિત્રા એકાદશીના દિવસે યોગ દ્વારા શિબિરનો શુભારંભ થયો હતો. પતંજલિ યોગપીઠના આચાર્ય શ્રી રામદેવજી બાબાના શિષ્ય શ્રી ગોપાલભાઈએ યોગના ૧૨ પ્રયોગો દ્વારા ચિત્તશુદ્ધિ અને મનની એકાગ્રતા પ્રબળ કરવા માટે બધા અધ્યાપકોએ પ્રાણાયામ કરાવ્યા હતા. શ્રી ગોપાલભાઇએ સુગમ સંગીતની સાથે સાથે યોગના ફાયદાઓ અને જરૂરિયાતનું રસપાન કરાવ્યું હતું. શ્રી રામપ્રિયજીએ યોગશિક્ષકશ્રનીનું સન્માન કર્યું હતું. યોગાભ્યાસ બાદ પાર્ષદ શ્રી શામજી ભગતે શિબિર વિષયક સૂચનો આપ્યાં હતાં.

 

યોગસ્થઃ કુરુ કર્માણિ....

સંગચ્છધ્વં સંવદધ્વં સં વો મનાંસિ જાનતામ્‌ ।

દેવાભાગં યથાપૂર્વે સંજાનાના ઉપાસતે ।।

એ પંક્તિઓ સમજાવતા ટેલિફોનિક સંદેશા દ્વારા પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ અધ્યાપકશ્રીઓને શુભકામનાઓ અર્પણ કરી હતી. પૂજ્ય સ્વામજીએ જણાવ્યું કે દર્શનમ્‌ પ્રગતિનું સોપાન બને. ભારતીય સંસ્કૃતિ સદાય નવપલ્લવિત રહે. શાસ્ત્રોમાં જીવન વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન છે. આપણા આત્માના વિકાસ માટે સંસ્કૃતિની રક્ષા કરવી અનિવાર્ય છે. દર્શનમ્‌ના ઋષિકુમારો સંપૂર્ણ વિશ્વમાં છવાય જાય એ જરૂરી છે. તુષાર વ્યાસ, અજય પંડ્યા, નિલેશ જાની જેવા વિદ્યાર્થીઓ વિદેશમાં સત્સંગ પ્રચાર અને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. ઋષિકુમારો શ્રેષ્ઠ વક્તા બને.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

પ્રથમ સેશન (તા. ૧૫ જુલાઇ)

શિબિરનો પ્રારંભ - પાર્ષદ શ્રી શામજી ભગતે દર્શાવેલ શિબિરની મહત્વપૂર્ણ કણિકાઓ -

૧.       સદાય હળવાશથી રહેવું.

૨.       નિત્ય પ્રાર્થના કરવી - પ્રભો સદ્‌વિદ્યાના અમ હૃદય સંસ્કાર ભરજા.

૩.       યોગ એટલે જાડવું, એક થવું, વર્ગખંડમાં વિદ્યાર્થીઓને આપણી સાથે જાડવા.

૪.       ગ્રહણશક્તિનો વિકાસ કરવો, મોટા ધ્યેય સાથે આ સેવાકાર્યમાં રત રહેવું.

૫.       પ્રત્યેક વ્યક્તિના સ્વભાવ અલગ અલગ હોય છે, તેને ધ્યાનમાં રાખીને એકસૂત્રમાં બંધાવું.

૬.       દર્શનમ્‌નું વિઝન સમજીને તે દિશામાં સહિયારા પ્રયાસથી આગળ વધવું.

૭.       જ્ઞાની પુરુષો પણ પોતાના સ્વભાવને સમજીને આગળ વધતા હોય છે.

૮.       આત્મારૂપી વર્તવાથી અને બીજાને આત્મારૂપી જાવાથી બીજાના દોષ આવતા નથી.

૯.       બીજામાં શું સારું છે તે તે અનુસંધાને તેની સાથે હંમેશા સારું વર્તન રાખવું.

૧૦.      પોતાની જાતને અને સ્વભાવને ઓળખવો એ સોથી મોટું સંશોધન છે.

૧૧.      આત્મરૂપ થવાનું પ્રયોજન જ એ છે કે કોઇનો અભાવ ન આવવો.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

દ્વિતીય સેશન (તા. ૧૫ જુલાઇ)

૧.       પ્રભો સદ્‌વિદ્યાના અમ હૃદય સંસ્કાર ભરજા એ પ્રાર્થનાથી શરુઆત.

૨.       પ્રાર્થનાનું મહત્વ, અર્થ અને વિવરણ.

૩.       સફળ કાર્ય કરવા માટે જરૂરી ટીમવર્ક.

૪.       પરસ્પર સદ્‌ભાવના કેળવવી.

૫.       સદ્‌ગુણોનો સરવાળો એ જ સફળતા.

 

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

તા. ૧૬ જુલાઇના રોજ ૭-૩૦ થી ૮-૩૦ વાગ્યા સુધી શ્રી અર્જુનજી દ્વારા યોગ-પ્રાણાયમ.

પ્રથમ સેશન (તા. ૧૬ જુલાઇ)

૯-૦૫ કલાકે શિબિરનો પ્રારંભ. પાર્ષદ શ્રી શામજી ભગતે દર્શાવેલ શિબિરની મહત્વપૂર્ણ કણિકાઓ -

૧.       પ્રભુ મને થાજે એવો અનુકૂળ - પ્રાર્થનાનું ગાન અને તેની સમજણ.

૨.       નિત્ય સવારે પૂજા-આરાધના કરીને દિવસની શરૂઆત કરવી.

૩.       શરીર-મન એકદમ સ્વસ્થ કરીને કાર્ય કરવું.

૪.       કોઇપણ કાર્યમાં ૧૦૦ ટકા ઇપ્લિમેન્ટેશન અત્યંત અનિવાર્ય છે.

૫.       સત્ય જેવો બીજા કોઇ શ્રેષ્ઠ સદ્‌ગુણ નથી.

૬.       જ્યાં સ્વાર્થ છે ત્યાં સત્ય ટકી શકતું નથી.

૭.       અહીં કોઇએ નોકરી કરવાની નથી, કેળવણી કરવાની છે.

૮.       સંપ્રદાયની સમજ અને સંતો પ્રત્યે નિષ્ઠા.

૯.       દુર્ગુણનો ત્યાગ કરવો.

૧૦.      કેળવણી પામે તો એક વ્યક્તિ આખા સમાજને કેળવી શકે છે.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

દ્વિતીય સેશન (તા. ૧૬ જુલાઇ)

૧.       પ્રભુ મને થાજે એવો અનુકૂળ - પ્રાર્થના.

૨.       શરીરની બહારની મલિનતા ન્હાવાથી દૂર થાય છે પરંતુ અંદરની મલિનતા સદ્‌ગુણો કેળવીને દૂર કરવી.

 

૩-૧૫ કલાકે શ્રી દિલીપભાઈ ભટ્ટનું આગમન - સ્પીચની કણિકાઓ -

૧.       સંસ્કૃત ભાષા વેલ્યુ એજ્યુકેશન સાથે સીધી જાડાયેલ છે.

૨.       તપ અનિવાર્ય છે. તપથી પ્રવેશ થાય છે પરંતુ નિવૃત્તિ પ્રાપ્ત થતી નથી.

૩.       તપશૂન્યતા જ્યાં છે ત્યાં વિનાશ નક્કી જ છે.

૪.       અધ્યાપકોને વિદ્યાર્થીઓ વિષે પ્રશ્નો ન થાય તે અધ્યાપકનું પતન થાય છે.

૫.       જે શિક્ષકને કાર્ય કરવાનું ચાનક ચઢે એ જ દીર્ઘ કાળ સુધી ટકી શકે.

૬.       શિક્ષકે સંપૂર્ણ તૈયારી સાથે જ વર્ગખંડમાં પ્રવેશ કરવો.

૭.       ઇમ્પેક્ટ વિનાનું શિક્ષણ નકામું છે.

૮.       અત્યારના વિદ્યાર્થીને શિક્ષક ઉપરાંત મિડીયા અને નેટમાંથી અનેક પ્રકારની ટિચીંગ સામગ્રી મળે છે એટલે શિક્ષક એના કરતાં પણ વધારે અપડેટેડ હોવો જરૂરી છે.

૯.       વર્ગખંડમાં શિક્ષકે પ્રભાવ ઉત્પન્ન કરવો જ રહ્યો.

૧૦.      સત્ય જ સૌથી વધારે પ્રભાવશાળી છે.

૧૧.      વિદ્યાર્થી ભણતો ભણતો કથા-પારાયણ કરવા માટે રજા લેતો થઇ જવો જાઇએ. એ જ શિક્ષકની સફળતા છે.

૧૨.      શિક્ષકે હંમેશા પોતાના અધ્યાપનકાર્યમાં ગૌરવ અનુભવવું.

૧૩.      સંસ્કૃત ક્ષેત્રમાં સ્કોપ દર્શાવતું જાબ ઓરિએન્ટેશનનું પુસ્તક તૈયાર કરવું.

૧૪.      ધોરણ-૧૨ પછી વિદ્યાર્થી કઇ કઇ જગ્યાએ પોતાની સેવા આપી શકે તેનાથી તેને અને તેમના વાલીઓને સભાન કરવા.

૧૫.      શિક્ષણની સાથે સાથે તાલીમ અનિવાર્ય.

૧૬.      જાબ શબ્દને વર્ગખંડમાં દાખલ કરવો.

૧૭.      અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પ્રથમ કક્ષાએ અને સંસ્કૃતના બીજી કક્ષાએ, એ વિચારધારા નાબૂદ કરવી.

૧૮.      કેરિયરના ચાર્ટ કે તારામંડળ બનાવવું.

૧૯.      ઉંમર પ્રમાણે વિદ્યાર્થીમાં જ્ઞાન હોવું.

૨૦.      જ્યાં સુધી જીજ્ઞાસા જ નહીં ઉદ્‌ભવે ત્યાં સુધી શિક્ષક પ્રાપ્ત જ નહીં થાય.

૨૧.      હું મારા કરતાં તેજસ્વી છાત્રને ભણાવું છું એવું જાણનારા શિક્ષક મહાન છે.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

૭-૩૦ થી ૮-૩૦ - પાર્ષદ શ્રી શામજી ભગત દ્વારા યૌગિક વ્યાયામની તાલીમ અને સંગીતના સૂર સાથે સૂર્યનમસ્કાર.

પ્રથમ સેશન (તા. ૧૭ જુલાઇ)

૯-૧૦ કલાકે શિબિર પ્રારંભ - પાર્ષદ શ્રી શામજી ભગત – કણિકાઓઃ

૧.       પ્રાર્થનાથી સેશનની શરૂઆત.

૨.       આત્મનિરીક્ષણ, નિત્ય સ્વાધ્યાય કરવો.

૩.       દેહાભિમાન છોડી નિર્માની બનવું.

૪.       કોઇપણ શાસ્ત્ર કે વિષયને પોતાનો બનાવવો.

૫.       જ્યારે જ્યારે હું નિરાશ થઉં છું ત્યારે ગીતામાતાના ખોળામાં બેસું છું એ ગાંધીજીના વાક્યથી શાસ્ત્રોની મહત્તા અને ઉપયોગીતાની સમજણ.

૬.       જે નિત્ય સ્વાધ્યાય કરે છે તે જ વધુ સમજણ પ્રાપ્ત કરી શકે છે.

૭.       જીવનમાંથી આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો.

૮.       પાંચ-દસ વિદ્યાર્થીઓ એવા તૈયાર કરવા કે તેને ગમે ત્યાં સેટ કરી તેના દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવી શકાય.

૯.       વચનામૃતના દૃષ્ટાંત દ્વારા આચાર-દેહ-મનશુદ્ધિની પ્રક્રિયા નિત્ય કરવી.

૧૦.      જે સમજુ હોય તે જ સુખી થાય છે.

૧૧.      જે સંસ્થા આપણી તેની સાથે આપણે જાડાયેલા છીએ કે નહીં તે તપાસવું અને કચાસ લાગે તો પૂર્ણ લગનથી જાડાવું.

૧૨.      શાસ્ત્રો, સંતો અને ભગવાનમાં જાડાણ થવું જરુરી છે.

૧૩.      શ્રેષ્ઠ મૂલ્યોની અભિવ્યક્તિ કરવી.

૧૪.      સદ્‌ગુણોની કેળવણી પહેલાં પોતાનામાં કરવી અને પછી વિદ્યાર્થીઓને કેળવવા.

૧૫.      ભગન્નિષ્ઠા, સત્‌શાસ્ત્રોનો નિયમિત સ્વાધ્યાય, ઓછામાં ઓછા એક સંત પ્રત્યે આત્મબુદ્ધિભરેલું આપણું જાડાણ કરવું.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

દ્વિતીય દ્વિતીય (તા. ૧૭ જુલાઇ)

શ્રી દિલીપભાઈ ભટ્ટની સ્પીચની કણિકાઓ -

૧.       શિબિર એ માઇલસ્ટોન છે જેનાથી તમે જાણી શકો છો કે આપણે ક્યાં પહોંચ્યા છીએ અને કેટલું જવાનું છે.

૨.       આપણી પાસે આપણો પોતાનો રોડમેપ હોવો જરુરી છે, જેનાથી આપણે આપણા કાર્યોની જાણકારી પ્રાપ્ત થાય.

૩.       જેની પાસે સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ હશે તે જ સૌથી વધારે ટકી શકશે.

૪.       કોઇપણ કાર્યની ઝંખના હોવી જરુરી.

૫.       ફિટનેસ જાળવી રાખો. ફિટનેસ વગરનો માણસ પાછળ રહી જાય છે.

૬.       ક્ષમતા પારસમણિ જેવી રાખવી, જેથી જે જે વિદ્યાર્થીઓ આપણા સંપર્કમાં આવે તે સક્ષમ બની જાય.

૭.       વર્ગખંડમા શીખવવાના વિષય અને પાઠ્યક્રમ દરેક વિદ્યાર્થીને ઉપલબ્ધ કરાવવો.

૮.       સંસ્કૃત ભાષા ઇલાસ્ટીસીટીવાળી ભાષા છે એટલે તેને ગમે તે રીતે પ્રોગ્રામીંગમાં ઉપયોગમાં લઇ શકાય છે.

૯.       શ્રેષ્ઠ શિક્ષક ઉત્તમ ભક્ત હોય તો જ એની પ્રીતિ વિદ્યાર્થીઓ સાથે થાય.

૧૦.      આપણું આસન ભગવાન સમક્ષ રાખવું. જા ન હોય તો તે માટે પ્રયાસ કરો. સ્વ અને અંતરાત્માનાં દર્શન કરો.

૧૧.      જે શિક્ષક આસનસિદ્ધ નથી કરી શકતો તે વિદ્યાર્થીને કંઇ પણ નથી કરાવી શકતો.

૧૨.      અનભ્યાસ એ શિક્ષકનું સૌથી મોટું જાખમ છે.

૧૩.      પ્રોફેસનને વધારે મજબૂત કરવા તેને સમય આપવો.

 

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

તૃતીય દ્વિતીય (તા. ૧૭ જુલાઇ)

પાર્ષદ શ્રી શામજી ભગત – કણિકાઓઃ

૧.       જે તે પ્રશ્નોનું સમાધાન પોતાની કક્ષાએથી જ કરો.

૨.       અધ્યાપકનું કાર્ય એ જીવન ઘડતરનું કાર્ય છે, સદા એલર્ટ રહો.

૩.       વર્ષમાં એક-બે વખત સ્ટુડન્ડ એક્ચેન્જ પ્રોગ્રામ કરવો, તેની સાથે સાથે ટીચર્સ એક્ચેન્જ પ્રોગ્રામ પણ કરવો.

૪.       બાળકો સાથે એવી લાગણી રાખો કે વર્ગખંડના બધા બાળકો મારા જ છે.

૫.       બાળકો સાથે પ્રવાસનું આયોજન કરવું અને વિદ્યાર્થીઓની પોતાના બાળક જેવી સંભાળ લેવી.

૬.       શક્ય હોય તેટલો વચનામૃતનો અભ્યાસ વધારવો.

૭.       દુર્ગુણોને દૂર કરવા માટેનો સૌથી મોટો ઉપાય છે, જાડાવું.

૮.       જ્યાં સુધી વ્યક્તિમત્તાની ઉંચાઇને નહીં આંબો ત્યાં સુધી એક પણ છાત્રને તમે નહીં કેળવી શકો.

Add new comment