Avantika & GK-IQ

English
News Type: 

 

તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ અવન્તિકા અને જી.કે.આઇ.ક્યુ.ની અલગ અલગ સ્પર્ધાઓ અને ટેસ્ટ પરીક્ષાઓનું આયોજન થયું હતું. વિદ્યાર્થીઓનાં કૌશલ્યોને ખીલવવા માટે અને પ્રોત્સાહન આપવા માટે અવન્તિકા ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા દર વર્ષે નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, પેઇન્ટિંગ સ્પર્ધા અને બીજી અનેક સ્પર્ધાઓનું આયોજન થાય છે. દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ આ સ્પર્થાઓમાં ભાગ લઇ રાષ્ટ્રસ્તરે સન્માન મેળવે છે. આ વર્ષે અવન્તિકાની આ બધી સ્પર્ધાઓમાં ૬૮ વિદ્યાર્થીઓએ કલરીંગ સ્પર્ધામાં, ૬૬ વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં અને ૫૭ વિદ્યાર્થીઓએ ગ્રીટીંગ કાર્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી ચાર સુવર્ણચંદ્રક, પાંચ રજતચંદ્રક અને ત્રણ કાંસ્યચંદ્રક પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓએ સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત જી.કે.આઇ.ક્યુ ટેસ્ટ પરીક્ષા ૭૮ વિદ્યાર્થીઓએ આપી હતી.

Add new comment